માંડલમાં થયેલ ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયાં હતાં. ભારે વરસાદ થયો ત્યારથી લઈ 24 કલાક મામલતદાર,તાલુકા પંચાયત ઓફિસોમાં કંટ્રોલ રૂમો શરૂ કરી વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં જેથી આવાસ, સરકારી વસાહતો વાળા વિસ્તારોમાં ઘણાં બધાં કાચા મકાનો,ઝુપડાંઓ ધરાશાયી થવાની કે ઓછાવત્તા પ્રમાણમાં નુકશાન થયું હોય તેવી સંભાવનાઓ છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અરજીઓ મળી પણ રહી છે. સાથે પુર જેવી સ્થિતિ હોય, પાણી વધારે ભરાયાં હોય તેવા વિસ્તારોમાં ઘરવખરી તણાઈ ગઈ હોય, બરબાદ થઈ ગઈ હોય એવા પણ અહેવાલો સામે આવ્યા હતા. માંડલ નગરમાં પણ સ્થાનિક પંચાયત દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે, હાલ નગર સહિત તાલુકાના લગભગ તમામ પ્રભાવિત ગામોમાં પંચાયતના સરપંચ અને તલાટીઓ દ્વારા અરજી સ્વીકારવાનું, સ્થળ મુલાકાત, ફોટોગ્રાફ લઈ તેનો રેકોર્ડ તાલુકા પંચાયતે મોકલવાનો અને તાલુકા પંચાયતેથી પણ કર્મચારીઓ સ્થળ સર્વેની કામગીરી કરી રહ્યાં છે. તાલુકા પંચાયતે અસરગ્રસ્ત અરજદારોને ફોર્મ ભરીને આકારણી સહિતની નકલો, મકાન માલિકીના પુરાવાઓ રજુ કરવાના છે.
