હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં દિવાળીનું મહાપર્વ પણ આવી રહ્યું છે ત્યારે માંડલની બજાર વિસ્તારની વર્ષો જુની ટ્રાફિકની સમસ્યા આ વખતે પણ યથાવત જોવા મળી રહી છે. અત્રે ખંભલાય માતાજી અને વાઘેશ્વરી માતાજીના પ્રસિદ્ધ બે મોટા મંદિરો આવેલ છે અને સવારના ચારથી પાંચેક કલાક સુધી બજારમાં શાકમાર્કેટ પણ ભરાય છે. પરિણામે તહેવારોની મોસમ હોય હાલ બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. બજાર વિસ્તારમાં હાલ નવરાત્રિ પર્વે ખરીદી કરનાર ગ્રાહકો, સવારે માર્કેટમાં શાક બકાલું લેતી ગૃહિણીઓ તેમજ મંદિરોમાં આવતાં યાત્રિકજનો અને રાહદારીઓ,વાહનચાલકોના કારણે બપોર સુધીના સમયમાં ફુલ ભીડભાડ જોવા મળતી હોય છે. હજુ આગળ દુર્ગાષ્ટમી અને દશેરા સહિતના પર્વ આવશે, ત્યારે પણ ટ્રાફિક હદ્દ વગરનો રહે છે, આગામી સમયમાં દિવાળી પણ છે જેથી આ ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિકો,રહીશો અને દુકાનદારો ખાસ કરીને હાલાકી ભોગવી રહ્યાં છે. ટ્રાફિકને કારણે ખરીદી કરતાં આવતાં ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, શાકમાર્કેટમાં શાકભાજીના રોજીંદા વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બજાર વિસ્તારમાં હાલ તહેવાર ટાણે સુચારું ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે. પોલીસ તંત્ર દ્વારા બેરીકેટ ગોઠવાય, મોટા વાહનો માટે સવારના સમયમાં નિયમોનુસાર આવનજાવન થાય તેવી કાર્યવાહી થવી જરૂરી છે. દેશના ચુંટણી કમિશનર સામે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસે આ મુદ્દે બાઈક રેલી યોજી હતી. પરંતુ મંજુરી નહીં મળતાં બાઈકો સાથે કાર્યકરો લીમડાલાઈનની આડી ગલીઓમાં ઘુસી જતાં પોલીસ દોડધામમાં પડી ગઈ હતી.ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારના બેનરો સાથે બાઈક રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને મોડી રાત્રે 1:24 વાગ્યે પોલીસ દ્વારા નામંજુર કરવામાં આવી હોવાની જાણ કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજાને કરી હતી. તેમ છતાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, લીમડા લાઈન ખાતે ભેગા થયેલા કોંગ્રેસીઓએ ચારે બાજુ પોલીસ બંદોબસ્ત જોઈને કાર્યાલય સામેની ગલીમાં બાઈકો ઘુસાડીને સુત્રોચ્ચાર સાથે લીમડા લાઈનમાં ચક્કર મારતાં પોલીસ ચકરાવે ચડી ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો