માંડલ તાલુકાના વિંઝુવાડા ગામથી નવા રોડની કામગીરી 7 માસ અગાઉ શરૂ કરાઈ હતી. જેમાં માત્ર ત્રણેક કિમી સુધી મીઠાપુર પાટીયા સુધીનો રોડ બન્યો હતો. ત્યારબાદ રોડની કામગીરીને આગળ નહીં ધપાવતાં વિંઝુવાડા ગામના રહીશો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવો રોડ બનાવવાનો હોવાથી જુના રોડને ઉખાડવામાં આવ્યો હતો અને કપચી, મેટલ આ રોડ ઉપર પથરાયેલી જોવા મળી રહી છે. એથી હાલ વિંઝુવાડાથી માંડલ આવતાં વાહનચાલકોને રોજબરોજ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.
