માંડલ : માંડલ તાલુકાના હાંસલપુર ગામ પાસે ખાનગી કંપનીના ગેટ નં.4 અને 5 વચ્ચેના માર્ગ પર આવેલી ગટર લાઈન તુટી જતા વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હાંસલપુર નજીકનો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તાર સાથે જોડાયેલો હોવાથી અહીંથી રાત-દિવસ અનેક મોટા વાહનો, મુસાફરો અને રાહદારીઓ પસાર થઈ રહ્યાં છે. ગટરલાઈનની નબળી કામગીરીનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે તેના પુરાવા રૂપે એક ટ્રકના પાછળના ભાગના બંને ટાયરો આ ગટરમાં ફસાઈ ગયાં, જોકે સામાન્ય અકસ્માતની ઘટના વચ્ચે ટ્રકના ડ્રાઈવરે સમયસુચકતા વાપરતા જાનહાનિ થતાં રહી ગઈ છે. આ ઘટના પછી રાહદારીઓ અને સ્થાનિકોની તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી, સાથે ગટરના નિર્માણ વખતે પણ નબળી,હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાનો આક્ષેપ થયો, યોગ્ય ગુણવત્તાવાળું કામ નહીં હોવાથી આવા બનાવો બનતાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Chhotaudepur: નસવાડીમાં મળસ્કે 4 વાગ્યાથી સતત ચાર કલાક વરસાદ પડયો









