માંડલ : માંડલ તાલુકાના દાલોદ ગામના તાલુકા પંચાયતના સદસ્ય અર્પિતાબેન વિશાલભાઈ પટેલ શુક્રવારે તેમને પોતાના જન્મદિવસ અંતર્ગત દાલોદ ગામની આંગણવાડીના ભુલકાંઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો. દાલોદ સીટના તાજેતરમાં જ ચુંટાયેલા મહિલા પ્રતિનિધિએ પોતાના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી હતી. જન્મદિવસે શૈક્ષણિક અને પર્યાવરણ કાર્યક્રમ એ માત્ર ઉજવણીઓ નહીં પરંતુ એક પ્રેરણાદાયી જન્મદિન ઉજવ્યો હતો. સવારે પહેલાં ભુલકાઓને શૈક્ષણિક કીટ આપી હતી, ત્યારબાદ શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે માંડલ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુમનભાઈ પટેલ, દાલોદ આગેવાન કિશન સેંધવ, સિદ્ધરાજસિંહ ઝાલા, વિશાલભાઈ પટેલ તેમજ આંગણવાડી અને શાળાનો પણ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
