માંડલ તાલુકા પંચાયતમાં અગાઉ વીસેક દિવસ પહેલા પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેની ચુંટણી અને વરણી કરાયાં પછી આજ તા.17ના રોજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. આજરોજ તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સદસ્યોની મળેલ પ્રથમ સભાની અંદર જિલ્લા ભાજપથી આવેલ મેન્ડેટના આધારે સામાજિક ન્યાય સમિતિમાં વિવિધ સભ્યોની નીમણૂંક કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના પ્રતિનિધિ મયુરભાઈ ડાભી દ્વારા મેન્ડેટનું વંચાણ કરેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વિજ્યાબેન હિરાભાઈ સોલંકી, બીજા નંબરે સભ્ય તરીકે શૈલેષભાઈ કમાભાઈ ચૌહાણ, કોપ્ટ.સભ્ય તરીકે અમૃતભાઈ વાલ્મિકી અને મહેન્દ્ર વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી ભુમિકા પટેલ અને સૌ અધિકારીઓ, ચુંટાયેલા સૌ સદસ્યોની હાજરીમાં આ નામો માટે મત લેવાની પ્રક્રિયા પુર્ણ કરાઈ હતી. ચેરમેન સહિતના હોદ્દાઓની નીમણૂંક થતાં તાલુકા પંચાયતમાં ઉપસ્થિત સૌ સદસ્યો,કાર્યકરો અને સમર્થકોએ ચેરમેન સહિત સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Mehsana News: કડીના બલાસર ગામે કસાઈઓ દ્વારા 3 ભેંસોની ચોરી કરી કતલ કર્યાનો આક્ષેપ









