માંડલ : 15મી ઓગસ્ટે 80માં સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સાહ સરકારી કચેરીઓ,શાળા-કોલેજોમાં જ નહીં પરંતુ ધાર્મિક સ્થળોએ પણ જોવા મળ્યો હતો. અમદાવાદ ગ્રામ્યના માંડલમાં આવેલ પ્રસિદ્ધ ખંભલાય માતાજીના મંદિરે અને પરિસરમાં આવેલ મૃત્યુંજય મહાદેવ મંદિરે રાષ્ટ્રીય શૃંગાર કરાયો હતો.
સવારે દરરોજની જેમ માતાજીના પુજા-અર્ચનાનો ક્રમ પુર્ણ કરી માતાજીને તિરંગા વસ્ત્રો અને આભુષણો પહેરાવવામાં આવ્યાં હતાં, મૃત્યુંજય મહાદેવજીને પણ રાષ્ટ્રીય તિરંગાનો અનોખો શૃંગાર કરાયો હતો. હાલ શ્રાવણ માસ અને 1પમી ઓગસ્ટ બંનેના અદ્દભુત સંયોગથી મંદિરોમાં ભગવાનને સજાવવામાં આવેલ આ રાષ્ટ્રીય શૃંગારના દર્શનથી ભક્તોએ પણ ધન્યતાની અનુભુતિ કરી હતી.
