માંડલ : માંડલ પંથકમાં ગત તા. 23મી જુલાઈએ ખાબકેલા ભારે વરસાદના પગલે નગરના એસટી બસ સ્ટેશનમાં પણ ઘુંટણસમા પાણી ફરી વળ્યાં હતાં. પરંતુ એકાદ સપ્તાહ વીત્યો અને ફરી વરસાદ પડયો જેથી ઓછું થયેલ પાણી ફરીથી ભરાયું હતું અને લગભગ પંદરેક દિવસ થયાં છતાં બસ સ્ટેશનમાં વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો. એથી એસટી બસો બસ સ્ટેશનમાં ન આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. જોકે પાણી દુષિત થયું અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં રોગચાળો વકરવાનીભીતિ ઉઠવા પામી હતી. જેથી બુધવારે સવારથી બસ સ્ટેશનમાં પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી અને બસો ફરી અંદર આવતી થઈ અને મુસાફરો માટે બસ સ્ટેશન ફરી ઉપયોગ માટે શરુ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો