માંડલ નગરમાં છેલ્લાં બે વર્ષ દરમ્યાન વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વિકાસકાર્યો થયાં હોવાના દાવાઓ વચ્ચે અંબિકાનગર સોસાયટીની સ્થિતિ વિકાસના મોડેલ સામે એક કડવી વાસ્તવિકતા બનીને ઉભી રહી છે. નગરના બજાર વિસ્તારોના શેરી-મહોલ્લાઓમાં પેવરબ્લોક તેમજ સોસાયટી વિસ્તારોમાં અનેક સોસાયટીઓના રોડ-રસ્તાઓના કામો છેલ્લાં બે વર્ષની અંદર થયાં છે. પરંતુ અંબિકાનગર સોસાયટી આજે પણ તુટેલા રોડ-રસ્તાઓ વચ્ચે વિકાસની રાહ જોઈ રહી છે. અંબિકાનગર સોસાયટીમાં વર્ષ : 2024/25 કે 2025/26 દરમ્યાન વિવિધ યોજનાઓ હેઠળ ફાળવાયેલી ગ્રાંટમાંથી અંબિકાનગર સોસાયટી માટે રોડ,રસ્તા અને ગટર જેવી પાયાની મહત્વપુર્ણ કામગીરીને હાથ ધરાઈ નથી. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અગાઉ અંબિકાનગરના રહીશોની રજુઆતને પગલે સરપંચ,તલાટી અને તાલુકા પંચાયતના સ્થાનિક હોદ્દેદારોએ આ કામને લઈ ગ્રાંટ ફાળવવાનું પણ આયોજન કરેલ હતું ત્યારપછી બધી સોસાયટીઓના રોડ-રસ્તાઓ બન્યાં પણ અંબિકાનગર સોસાયટીમાં ગટર અને રોડની કામગીરી કોઈ યોજનામાંથી મંજૂર નહીં થતાં આજે પણ સોસાયટીના રહીશો વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાં અને ગટરલાઈન ઓવરફ્લો થવાની સમસ્યાની સાથે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ચોમાસાની સીઝન પણ નજીકના દિવસોમાં છે અને વર્ષોથી સોસાયટીના આગળના ભાગે વરસાદ સમયે પાણી ભરાઈ જવાની સ્થિતી ઉભી થાય છે એજ પરિસ્થિતી ચોમાસામાં પણ બનવાની સંભાવના છે.

Palanpur: બાલારામ બ્રિજ પર 9 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, 1 નું ઘટનાસ્થળે મોત









