માંડલ તાલુકાના હાંસલપુર બાયપાસ સ્થિત જીઆઈડીસી વિસ્તારના ટીપી રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટના થાંભલા તો નાંખવામાં આવ્યાં છે પરંતુ હજુ સુધી બલ્બ લગાવવાની કામગીરી બાકી હોવાથી આ થાંભલાઓ શોભાના ગાંઠીયા સમાન બન્યાં છે અને રાત્રિના આખોય વિસ્તાર અંધકારમય બની જાય છે. જીઆઈડીસીમાં આવેલ વિવિધ ઓટો કંપનીઓમાં રાતની શીફ્ટમાં નોકરીએ આવતાં જતાં પગપાળા શ્રામિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે ચાલતાં ભારવાહક વાહનોને લઈ અંધારું હોવાથી અકસ્માતોનો પણ ભય રહેલો છે. ત્યારે મોટાં ઔદ્યોગિક વિસ્તારોમાં રાત્રે અંધારપટ્ટ હોવાથી સ્થાનિકો અને શ્રામિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સ્ટ્રીટ લાઈટની આગળની કામગીરી સત્વરે પુર્ણ થાય અને ટીપી રોડ રોશનીથી ઝળહળે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

Vadodara: જરોદ વડોદરા ટોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવારનું મોત









