દિવાળી પર્વ અને નુતનવર્ષની રજાઓ બાદ ફરી અમદાવાદ ગ્રામ્યના માંડલ નગરમાં આવેલ માર્કેટયાર્ડ ધમધમતું થયું હતું, મુહુર્તમાં પુજાઅર્ચના સહિતની ધાર્મિક વિધિઓ બાદ હરાજીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ખુબજ મોટી સંખ્યામાં ખેડુતો અને વેપારીમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. સવારે 9 કલાકે માંડલ માર્કેટયાર્ડમાં વેબ્રીજ (વજનકાંટા)નું પુજનવિધિ, માર્કેટયાર્ડના ગેટ પાસે ગણપતિદાદાનું પુજન, ઓફિસની અંદર કોમ્પ્યુટર, માપતોલ સહિતના ઈલેક્ટ્રોનીક્સ ઉપકરણોની પુજા-અર્ચના શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કરાઈ હતી. યાર્ડના પાછળના ભાગે આવેલ કેમ્પસમાં નાગદાદાના મંદિરે પણ એપીએમસી સંચાલકો દ્વારા પુજાવિધિ કરાઈ હતી. નવાવર્ષમાં એપીએમસી શરૂ થતાં સૌ સંચાલકમિત્રોએ વેપારીઓને તેમજ ખેડુતોને નુતન વર્ષાભિનંદન સહ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. માંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ દિને જીરાંની 1રપ જેટલી બોરીઓ જેના 4901 થી 6101 સુધીના ભાવો પડયાં હતાં. તુવેરની 20 બોરી આવક થઈ જેના 1801 થી 1901 સુધી, અજમાની 10 બોરીઓ નોંધાઈ હતી, જેની હરાજીમાં રપ01થી લઈને 9191 સુધીના ભાવો નોંધાયા હતાં. ઈસબગુલની પ બોરીની આવક થઈ હતી, ચણાંની 10 બોરી, ઘઉંની 10 બોરી, સુવાની પ બોરીઓ નોંધાઈ હતી. તેમજ અડદની આવક સારી નોંધાઈ અડદનો ભાવ 1601 થી લઈ ર0રપ સુધીનો પડયો જે 100 બોરીઓ આવક થઈ હતી. સાથે જ ગવારની 10 બોરીઓ નોંધાઈ હતી. આમ પ્રારંભે બધી જણસીની થઈને કુલ 295 જેટલી બોરી/ કટ્ટાની આવક નોંધાઈ હતી. હરાજીની અંદર ખેડુતોને નવાવર્ષના પ્રારંભે સારા ભાવો આપવાનો પણ પ્રયત્ન કરાયો હતો. સૌ વેપારીમીત્રો અને સ્ટાફજનોમાં પણ ફરી બજાર ધમધમતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
