માંડલ નગરમાં 1900ના દાયકામાં ગ્રામ પંચાયત પાસે પુસ્તકાલય ધમધમતું ત્યારપછી 2000ની સાલમાં માંડવીચોક ખાતે ચાલતું અને પછી ચબુતરા ચોક વિસ્તારમાં આ પુસ્તકાલય બનાવવામાં આવેલું અને પુસ્તકો,અવરનેશ અને સંચાલનના અભાવે પુસ્તકાલય બંધ થયું, પુસ્તકો ધુળ ખાઈ ગયાં, આસપાસ ભયંકર ગંદકી પ્રસરી આમ ખંડેર હાલત થવાથી શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમીઓમાં ચિંતાનો મોટો વિષય બન્યો હતો. માંડલ તાલુકામાં ધમધમતાં ઉદ્યોગો અને યુવાનોને રોજગારી મેળવવી, અન્ય ક્ષેત્રોમાં નોકરીઓ મેળવવી જોકે માંડલ સમયાતંરે તાલુકા મથક બન્યું અને હવે અહીં પુસ્તકાલય હોવું એ સમયની માંગ હતી. માંડલ તાલુકા પંચાયતની પાછળ રૂપિયા 20 લાખના ખર્ચે સરકારે નવું પુસ્તકાલય ફાળવ્યું જેથી પંથકના સાહિત્યપ્રેમીઓ,શિક્ષણવિદો,વિદ્યાર્થી, સરકારી ભરતીની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ અને વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ પુસ્તકાલય શાંત વાતાવરણની અંદર બનાવાઈ છે, પુસ્તકોમાં 18 પુરાણો, ભાગવતગીતા,રામાયણ જેવા ધાર્મિક પુસ્તકો, કવિ-લેખકો, સાહિત્યકારોના પુસ્તકો, કાયદાના વિદ્યાર્થીઓ માટે, વકીલો માટે વિવિધ કાયદાના પુસ્તકો, સરકારી ભરતીની તૈયારીઓ કરતાં યુવાનો માટે રોજગારના પુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ પુસ્તકાલયને આજ તા.18ને ગુરૂવારના રોજ લોકાર્પણ કરીને ખુલ્લું મુકાશે.

Ahmedabad News: AMC ફૂડ વિભાગની 1027 હોટલ-રેસ્ટોરન્ટમાં રેડ, 3 એકમો સીલ









