માંડલ તાલુકાનું માનપુરા ગામ જે મુખ્ય ઔદ્યોગિક હાઈવે વિરમગામ-બેચરાજી હાઈવે ઉપરનું આવેલું ગામ છે. માનપુરાની નજીક આશરે 500 મીટરના અંતરે ખાનગી ઔદ્યોગિક કંપની આવી રહી છે અને આ વિશાળ કેમ્પસની અંદર 30થી વધુ કંપની આવનાર સમયમાં ધમધમવાની છે. ત્યારે આ નવી કંપનીઓ દ્વારા 700થી વધુ વીઘા જમીનમાં માટીપુરાણનું કામ શરુ કરાયું છે. જેનાથી દર ચોમાસામાં વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ અવરોધાતો હોય વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. આ અંગે માનપુરાના અગ્રણીઓ અને ગ્રામજનોએ શુક્રવારે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવનાર ચોમાસાના પાણીના નિકાલના પ્રશ્નને લઈ આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી છે અને ચોમાસું નજીકના દિવસોમાં છે. જેથી ગામ અને સીમના પાણીના નિકાલનો માર્ગ જે યથાવત હતો તે ક્લીયર કરી આપવા માંગ કરી છે. માનપુરા ગામની પુર્વ દિશામાં આવતાં મોટા ભાગના ગામડાઓ અને એના વરસાદી પાણીના વહેણ અને ખેતરો, સીમ વિસ્તારોના પાણી માનપુરાના પાણીના વહેણની સાથે ભળીને જેસંગપુરા ગામના વહેણ સાથે આ બધુ જ પાણી ભળીને માંડલના મુખ્ય વોકળામાંથી પસાર થઈ કચ્છના નાના રણ વાટે થઈ સમુદ્રમાં ભળી જાય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: