માંડલ : માંડલ ખાતે આવેલ શ્રી મહાત્મા ગાંધી હાઈસ્કુલ ખાતે સંપુર્ણ વહીવટી તંત્ર દ્વારા યોગ દિનની ઉજવણી કરાશે, સવારે 7 કલાકે વિદ્યાર્થીઓ, અધિકારીઓ તેમજ શિક્ષકો અને શાળાઓના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં લોકો યોગ કરશે. ત્યારે શનિવારના રોજ ભાજપ સંગઠનના નેજા હેઠળ યોગાસન કરાયાં હતાં. જેમાં પણ ભાજપના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. વૈભવલક્ષ્મી વિદ્યાલયમાં પણ બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે. 21મી જુનના યોગ દિનને લઈ શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓને યોગ પ્રેક્ટીશ અને ફાયદાઓ વિશે પણ જાણકારી અપાઈ હતી.

1.90 કરોડનો 80,000 કિલો મસાલાનો જથ્થો સીઝ









