અંધાત્રી(માંડવી) :માંડવી તાલુકા શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ નટુભાઈ જે. ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ઉપપ્રમુખ જયંતિભાઈએ તમામ સભાસદોનું સ્વાગત કર્યું હતું. સભામાં મંડળીના મહામંત્રી નવિનભાઈ કે. ચૌધરીએ વર્ષ 2025-2026નો વાર્ષિક અહેવાલ અને એજન્ડા મુજબની કામગીરી રજૂ કરતા ઉપસ્થિત તમામ સભ્યોએ તેને સર્વાનુમતે બહાલી આપી હતી. મંડળીના પ્રમુખ નટુભાઈએ સભાસદોને સમયસર ધિરાણ મળી રહે તેવા ભવિષ્યના આયોજનો રજૂ કરવાની સાથે તેમણે નવરચિત અરેઠ તાલુકાના સભાસદોની સુવિધા માટે અરેઠ ખાતે મંડળીનું નવું ભવન બનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મંડળી દ્વારા નિવૃત્ત થઈ રહેલા તમામ શિક્ષકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ સભામાં પૂર્વ પ્રમુખ જશવંતભાઈ, પૂર્વ મંત્રી અશોકભાઈ, માંડવી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ હેમંતભાઈ ચૌધરી, અરેઠ તાલુકા સંઘના પ્રમુખ મરુવ્રતભાઈ ચૌધરી, મહામંત્રી કિર્તીપાલસિંહ ચૌહાણ તથા અગ્રણી પ્રકાશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કિર્તીપાલસિંહ અને અનિલભાઈ ચૌધરીએ કર્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: