અંધાત્રી(માંડવી) : માંડવી તાલુકાની કમલાપોર પ્રાથમિક શાળામાં મામલતદાર જયપ્રકાશ મિસ્ત્ર્રીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ મહોત્સવ અંતર્ગત આંગણવાડીના એક બાળવાટિકા અને ધો.1 ના 6 મળી કુલ સાત ભૂલકાઓને શાળામાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. આ તમામ બાળકો ને એક અજ્ઞાત દાતા તરફ્થી સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ગ્રામ પંચાયત તરફ્થી શાળાના તમામ શાળાના તમામ બાળકોને બિસ્કિટનું વિતરણ કરાયું હતું.CET, ખેલ-મહાકુંભ અને જ્ઞાન સાધનામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે ટી.પી.ઓ. નિલેશ વસાવા, ગામના સરપંચ નપુભાઈ ચૌધરી, પંચાયત ના સભ્યો, ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ, એસ.એમ.સી. કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: