અંધાત્રી (માંડવી) : માંડવી નગરમાં બિલેશ્વર મંદિર પાસે આવેલી નગરપાલિકાની પાણીની ટાંકી (વોટર વર્કસ પ્લાન્ટ) ખાતે મોડી રાત્રે 80 કિલોના સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લીકેજ થવાની ગંભીર ઘટના બની હતી. રાત્રીના 1:30 વાગ્યાની આસપાસ ટાંકી પાસેના રૂમમાંથી ગેસ લીકેજનો અવાજ આવતાં ત્યાં સૂતેલા કામદારો જાગી ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બારડોલી ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે 2:45 કલાકે આ બનાવનો કોલ મળ્યો હતો. કોન્ટ્રાક્ટર પરેશભાઈ પ્રજાપતિ દ્વારા પાણીની ટાંકીનું કામકાજ ચાલી રહ્યું હતું. ક્લોરિન બોટલ જોઈન્ટ કરતી વખતે વાલ્વ ડેમેજ થતાં ગેસ લીકેજ થયો હતો. સાવચેતીના ભાગરૂપે માંડવીના ધોબણી નાકાથી તરસાડા બાર સુધીનો રસ્તો બંધ કરાવવામાં આવ્યો હતો અને ઘટના સ્થળની આજુબાજુના 150થી વધુ ઘરો ખાલી કરાવીને આશરે 125 જેટલા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગેસની વધુ અસર થતાં રવિભાઈ પિનાકીન પટેલ (ઉં.વ. 32)ને માંડવીની પુષ્પક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો