માંડવી ખાતે મદદનીશ જિલ્લા પોલીસ અધિકારીની નવી અને આધુનિક કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિકારી અક્ષેસ એન્જિનિયર. જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા, રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈ.જી.ના હસ્તે ઉપસ્થિત દીકરીઓને ભેટ આપીને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવી હતી. તેમણે સુરક્ષા અંગે સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું કે, પોલીસ વિભાગ સમાજમાં કાયદાનું શાસન જાળવવા કટિબદ્ધ છે. ગુનાખોરી ડામવા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ તંત્ર કોઈપણ પ્રકારની બાંધછોડ વિના સખત કાર્યવાહી કરશે.