માંડવી સુગર ફેક્ટરીના સભાસદો અને ખેડૂતોએ પોતાના હક અને અધિકારના રક્ષણ માટે હવે આરપારની લડાઈ લડવાનું રણશિંગુ ફૂકી દીધું છે. આગામી 15 ઓક્ટોબરે ગુરુવારના રોજ સવારે 10 વાગ્યે માંડવી સુગર ફેક્ટરી ખાતે ખેડૂતો દ્વારા આંદોલન કરવાનું નક્કી કર્યુ છે.
ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોની મુખ્ય માંગ છે કે ફેક્ટરી સંબંધિત મહત્વના નિર્ણયોમાં સભાસદોની યોગ્ય ભાગીદારી જળવાય, સંપત્તિ અને શેરનું રક્ષણ થાય અને તેમના હિતો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવે. ?આ આંદોલનને સફ્ળ બનાવવા માટે ડિરેક્ટર સંદીપ શર્મા, વાઇસ ચેરમેન મોના મેનુ, રમેશ સાવલિયા, પ્રકારાભાઈ ડી. પટેલ, મિતલભાઈ વી. ચૌધરી, રેવજીભાઈ એમ. ચૌધરી, ભરતભાઈ આર. ગામીત, હિતેશભાઈ અને જયેશભાઈ ચૌધરી સહિતના અનેક ખેડૂત આગેવાનોએ કમર કસી છે.
