માંડવી તાલુકાના કલમકુવા ગામે વડ ફળિયા વિસ્તારમાં એક આકસ્મિક આગની ઘટના ઘટી હતી. અહીં રહેતા વિષ્ણુભાઈ ભગુભાઈના પશુઓ માટેના કોઢારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખો કોઢાર તેની ચપેટમાં આવી ગયો હતો. અને બાજુમાં આવેલી સસ્તા અનાજની દુકાન સુધી પ્રસરી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક પરિવાર અને ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.


ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક માંડવી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ અટકાવી લેવામાં આવી હતી, જેથી આસપાસના રહેણાંક મકાનો આ ભયાનક આગનો ભોગ બનતા બચી ગયા હતા. આ અકસ્માતમાં વિષ્ણુભાઈના કોઢારમાં પશુઓ માટે રાખેલો તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે. આ સાથે જ આગ બાજુની સસ્તા અનાજની દુકાનમાં ફેલાઈ જતાં ત્યાં રાખેલું અનાજ પણ મોટા પ્રમાણમાં બળીને નષ્ટ થઈ ગયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: