કીમ : માંગરોળનાં આંબાવાડી ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા


કટેલ્કટર તેજસ પરમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આંગણવાડી અને બાળવાટીકાનાં 23 ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. જેમને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. વાંકલની એન.ડી.દેસાઇ હાઇસ્કૂલમાં ધો-9માં 390 અને

ધો-11માં 656 સહિત કુલ 1046 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ

આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં

વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ ટ્રસ્ટનાં પ્રમુખ સંજયભાઇ દેસાઇ, શાળાનાં આચાર્ય પારસભાઇ મોદી, મહાનુભાવો અને

આગેવાનોનાં હસ્તે શાળા પરીસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેં માંગરોળનાં મામલતદાર એચ.વી.ચાવડા, વાંકલ તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી, સરપંચ અનિતાબેન ચૌધરી, પૂર્વ તાલુકા

પંચાયત સભ્ય યુવરાજસિંહ સોનારીયા તેમજ ડેપ્યુટી સરપંચ શૈલેષ મૈસૂરિયા, આંબાવાડીનાં સરપંચ રીટાબેન ચૌધરી, બીઆરસી કેઓર્ડિનેટર સંદીપભાઇ પટેલ, એસપીડીઓ કીર્તિબેન સહિત શાળાનાં વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓ

હાજર રહ્યા ગતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: