કીમ : માંગરોળ તાલુકાના માહ્યાવંશી સમાજ સુધારક મંડળ દ્વારા સમાજના બાલવાટીકાથી લઇને કોલેજના કોઇપણ ફિલ્ડમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ કીમ પંચાયત ભવનની ઉપર આવેલા કોમ્યુનિટી હોલ ખાતે મંડળનાં ઉપપ્રમુખ દિનેશભાઇ રામુભાઇ પરમારના નેતૃત્ત્વમાં યોજાયો હતો. આ પ્રસંગે સમાજમાં મુખ્ય દાતા શૈલેષભાઇ એલઆઇસી વાળા, કાંતિભાઇ એરથાણીયા, કનુભાઇ જાંબુ, ડો. આંબેડકર યુવા સંગઠનના પ્રમુખ જગદીશભાઇ જાંબુ, લક્ષ્મણભાઇ પરમાર, જીવણભાઇ અણિતાવાળા, નરસિંહભાઇ પરમાર અને સંજયભાઇ પરમાર ઓભલાવાળા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિનેશભાઇ અને શૈલેષભાઇએ બાળકો અને તેમનાનાં વાલીઓને સંબોધિત કરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો