માણસા તાલુકાના આજોલ ગામની પ્રાથમિક શાળા નંબર- 1 માં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળી આવતા આૃર્ય સર્જાયું હતું. આ પ્રાચીન સિક્કાઓ અંગે તુરત જ મામલતદારને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સિક્કા કબજે કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ બાબતની પુરાતત્વ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે. આ પ્રાચીન સિક્કા કેટલા વર્ષો જુના છે અને તે કઈ ધાતુના બનેલા છે તે બાબત પુરાતત્વ વિભાગની ચકાસણી બાદ સામે આવશે. પરંતુ અત્યારે તો ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો પ્રાચીન સિક્કા જોવા માટે શાળા ખઆતે એકઠા થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, માણસા તાલુકાના આજોલ ગામની પ્રાથમિક શાળા નંબર-1માં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળી આવ્યા છે. શાળાના આગળના ભાગમાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી, દરમિયાન જમીનમાંથી આ જૂના સિક્કાઓ નિકળ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. પ્રાચીન સિક્કાઓ અંગે મામલતદાર કચેરી અને પોલીસને સત્વરે જાણ કરવામાં આવી હતી. વિગત જાણીને તપાસ અધિકારી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી કરીને પંચનામું તૈયાર કરાયું હતું. મળી આવેલા આ પ્રાચીન સિક્કાઓને કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પુરાતત્વ વિભાગના અધિકારીઓને પણ જાણ કરાઈ છે. ખોદકામ દરમિયાન નીકળેલા આ સિક્કાઓ દેખાવમાં ઘણા જૂના અને પ્રાચીન જણાઈ રહ્યા છે. જોકે, આ સિક્કા કયા સમયગાળાના છે, કઈ ધાતુમાંથી બનેલા છે અને તેમનું ઐતિહાસિક મહત્વ શું છે, તે તમામ બાબતો પુરાતત્વ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. માણસા મામલતદારે જણાવ્યું કે, આજોલ પ્રાથમિક શાળાના આગળના ભાગમાં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કાઓને કબજે લઈને માણસા સરકારી તિજોરી કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે. પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરાઈ છે અને તેમની તપાસ બાદ સિક્કાઓ કેટલા પ્રાચીન છે તેમજ કઈ ધાતુના બનેલા છે તેની ચોક્કસ માહિતી મળી શકશે. આજોલ ગામની શાળામાંથી પ્રાચીન સિક્કા મળી આવવાની ઘટનાએ સ્થાનિકોમાં કુતૂહલ જગાવ્યું છે. પુરાતત્વ વિભાગની તપાસમાં આ સિક્કાઓ સદીઓ જૂના હોઈ શકે છે. પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કોઈ ઐતિહાસિક રહસ્ય બહાર આવે છે કે કેમ, તેના પર સૌની નજર છે.
