માણસા શહેરની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલા જોધ મેલડી માતાજીના મંદિર ખાતે દેવદિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિભાવપૂર્વક છપ્પનભોગ સહિતના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને વિવિધ વાનગીઓનો છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાજીની પૂજા-અર્ચનાકરી આરતી ઉતારવામાં આવી હતી.દેવદિવાળીના પાવન અવસરે માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડયા હતા. ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ અન્નકૂટના પ્રસાદનો લાભ લીધો હતો.
