માણસા તાલુકાના બિલોદરા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરના 13 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવ પણ યોજાયો હતો આ મહોત્સવ દરમિયાન ભાગવત કથા અને મહિલા પારાયણના વક્તાપદે સાંખ્યયોગી કૈલાસબા વિહારધામે બિરાજમાન થઈ હરિભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું. જ્યારે સભાનું સંચાલન સાંખ્યયોગી મંજુલાબા વિહારધામ દ્વારા કરવામાં આવ્યું હતું.પાંચ દિવસીય મહોત્સવ અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવ, બાલકૃષ્ણ સ્નાન ઉત્સવ, રુક્મિણી વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો