માણસાના આનંદી માના વડલે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, માણસા તાલુકા શાખા તથા સીએચએમ શાહ નર્સિંગ કોલેજ, આજોલના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લા રેડક્રોસ શાખાના સહયોગથી થેલેસેમિયા ટેસ્ટ અને સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં 101 નર્સિંગ વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે 17 યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ગાંધીનગર જિલ્લા શાખાના વાઈસ ચેરમેન અને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત દિનેશ વ્યાસે યુવા પેઢીને જન્મદિવસ અને શુભ પ્રસંગોએ રક્તાદન કરી જીવનદાતા બનવા અપીલ કરી હતી. તેમણે જિલ્લાના દરેક ગામમાં રક્તદાતા સેવા જૂથ બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તબીબી માર્ગદર્શન મુજબ યુવાનોને નિયમિત રક્તદાન કરી માનવતાના સેવાયજ્ઞમાં જોડાવવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો