માણસા તાલુકાના ઈન્દ્રપુરા ગામે થોડા સમય પહેલાં ચૌધરી સમાજના એક પરિવારના ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પરિવારને આર્થિક નુકસાન થયું હતું. માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે પરિવારને સહાયનો ચેક આપ્યો. ઘટના સમયે જાણ થતાં જે.એસ. પટેલ ઈન્દ્રપુરા પહોંચ્યા હતા અને પરિવારની મુલાકાત લીધી હતી. દિવાળીના તહેવાર પહેલાં તેઓ ફરી ગામે ગયા અને પરિવારને આર્થિક સહાયનો ચેક આપ્યો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના રાજુભાઈ ચૌધરી, ગામના આગેવાનો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો