માણસા તાલુકાના બિલોદરા ગામ સ્થિત સુપ્રસિદ્ધ મહાવીર હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીની પૂનમના પાવન અવસરે ભક્તિમય માહોલમાં ભવ્ય હવન અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિર પરિસરમાં ભગવાન ગણેશ, હનુમાનજી સહિત વિવિધ દેવી-દેવતાઓની તસવીરો અને નવગ્રહ સ્થાપના સાથે શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. હવન પૂજન ના આચાર્ય લાલભાઈ તેમજ વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ હવનમાં ગામના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી.
