માણસા એસ.ડી. આર્ટ્સ અને બી.આર. કોમર્સ કોલેજ ખાતે Not Me But Youના સંદેશ સાથે NSS દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં સેવાભાવ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો, NSS સ્વયંસેવકો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ, કોલેજના આચાર્ય ડો. તુષાર વ્યાસ, નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર રવિકાંત પટેલ, શહેર ભાજપ પ્રમુખ શશીકાંત પટેલ તથા નગરપાલિકાના કારોબારી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. NSSના માધ્યમથી યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત, સહકાર અને સેવાભાવ જેવા ગુણો વિકસે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક જાગૃતિ, જરૂરિયાતમંદોની સેવા અને રાષ્ટ્રહિતના કાર્યોમાં યુવા શક્તિની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
