નવસારી જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે નશા વિરોધી અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. વાંસદા તાલુકાના અંતરિયાળ ઓઝરપાડા ગામમાં ખેતીની આડમાં ઉગાડવામાં આવેલા ગાંજાના જથ્થાને પોલીસે ડ્રોન ટેકનોલોજીની મદદથી ઝડપી પાડ્યો છે.
ડ્રોન કેમેરાએ ખોલી પોલ
એસ.ઓ.જી.ની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓઝરપાડા ગામમાં તપાસ હાથ ધરી હતી. સીધા નિરીક્ષણ દરમિયાન જે વિગતો નહોતી દેખાતી તે પોલીસે ડ્રોન કેમેરા હવામાં ઉડાડીને શોધી કાઢી હતી. ડ્રોન ફૂટેજમાં ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ જણાતા પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
