મેઘરજથી 1 કિ.મી.દૂર અરવલ્લીની ગીરીમાળાઓની તળેટીમાં વસેલા બહેડ્ઝ ગામે દીપડાએ ફરી આંતક મચાવ્યો છે. રાજસ્થાનથી આવતી અરવલ્લી પર્વતની આ હારમાળા 30 કિ.મી.કરતાં પણ વધુ લાંબી હોવાથી આ ડુગરમાં દીપડાઓ ફરી રહ્યા છે. ગત રાત્રીએ આ ડુંગરની તળેટીમાં બહેડ્ઝ ગામના જયદેવસિંહ ચંદનસિંહ જાડેજાનું ખેતર આવેલ છે અને આ ખેતરમાં તેમનું મકાન પણ છે. તેઓ પોતાના ખેતરમાં મકાન નજીક પોતાના ઢોર બાંધે છે. ગત રાત્રીએ ઘર માલિક તથા પરિવાર સુઇ ગયુ હતુ તે સમયે તેમના ખેતરમાં દીપડો આવ્યો હતો અને દીપડાએ ખેતરમાં બાંધેલ ભેંસના બચ્ચા ઉપર હુમલો કર્યો હતો. દીપડાના આ હુમલાથી બચ્ચુ ભાંભરવા લાગતાં ઘર માલિક જાગી ગયા હતા અને બીજા ઢોર પણ ભાંભરવા લાગ્યા હતા.આ જોઈ દીપડો ઘાયલ બચ્ચાને છોડી ડુંગરમાં ભાગી ગયો હતો અને ભેંસનું બચ્ચુ બચી ગયુ હતુ. દીપડાએ ભેંસના બચ્ચાના ગળાના ભાગે પંજા મારી નખ માર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો