ગત રાત્રીએ મેઘરજ તાલુકા રેલ્લાવાડા ગામે એક દુકાનમાં રાત્રે 3 ચોર ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતા. ચોરોએ દુકાનનું શટર ખોલતાં થયેલા અવાજના કારણે નજીકના પોઈન્ટ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડના જવાન દોડી આવ્યા હતા અને ચોરોને પડકારતાં ત્રણે ચોર ભાગી ગયા હતા.આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.પણ આ ભાગેલા ચોરોનો પીછો કરતાં હોમગાર્ડના જવાનને દુકાનથી થોડે દૂર આવેલ ગ્રામ પંચાયતના મકાન નજીક એક બિનવારસી હાલતમાં રાત્રીના સમયે પડેલુ બાઈક મળી આવ્યુ હતુ. આ બાઈક ઉપર એક પર્સ લટકાવેલ હતુ જે ખોલતાં પર્સમાંથી જુદી જુદી જાતના ચાંદીના એક કીલો જેટલા દાગીના મળ્યા હતા. આ મળેલ દાગીના તથા બાઈક ઈસરી પોલીસે જપ્ત કર્યા હતા. મળેલ દાગીનાની કુલ કિંમત રૂ.1,21,508 થાય છે.
