મેઘરજ : મેઘરજ નગરમાં આવેલ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે ગુરૂપૂર્ણિમાના દિવસે 15 કુંડી ગાયત્રી યજ્ઞ કરી પૂ.ગુરૂજી રામશર્મા આચાર્યનું પૂજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મેઘરજ તથા તાલુકામાંથી સેંકડોની સંખ્યામાં ગાયત્રી પરિજનો ઉપસ્થીત રહ્યા હતા. મેઘરજ ગાયત્રી પીઠના સંચાલક અશોકભાઈ.જી.ઉપાધ્યાય તથા સહ કાર્યકર યકીન વી.ત્રિવેદી સહિત ગાયત્રી પીઠના પરિજનો ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા પાંચ દિવસથી મહેનત કરી રહ્યા હતા. અશોકભાઈએ પોતે ગાયત્રી પ્રજ્ઞાપીઠનું સંચાલન સંભાળ્યા પછી સમગ્ર તાલુકામાં ગાયત્રીના પ્રચારક તરીકે કામ કરી તાલુકામાં ગામડે ગામડે ગાયત્રી મંત્રની જયોત ફેલાવી છે.
