શણગાલ : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વિનોબા આશ્રામશાળા વડથલીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ વિભાગ મોડાસાના ડી.એસ.ચૌધરીના વરદ હસ્તે ધોરણ-1 માં 12 બાળકોને પ્રવેશ અપાયો હતો. ઉપરાંત ધોરણ-2 થી 8 માં 30 બાળકોને પ્રવેશ અપાયો હતો. શાળાના આચાર્ય કનુભાઇ પંચાલે મહેમાનોનુ સુતરની આંટી અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું. ચાલુ સત્રમાં સહયોગી ટ્રસ્ટના ભૂપેશભાઇ.ડી.શાહ દ્વારા મળેલ કમ્પ્યુટર, સીલીંગ ફેન,ગાદલા, રજાઇ, થાળી, વાડકી, ગારીન બોર્ડ જેવા માતબર દાન સંસ્થાએ મેળવતાં ઉપસ્થિત અધિકારીએે શાળા સંસ્થાને અભિનંદન આપ્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દિકરીઓને પ્રોત્સાહક રોકડ ઇનામ આપ્યા હતા.

Surat : માત્ર 5 હજારમાં રાતના અંધારામાં થતી ‘સેફ એન્ટ્રી’,129 બાંગ્લાદેશીઓની ધરપકડથી બોર્ડર કનેક્શન ખૂલ્યું..!









