શણગાલ : મેઘરજ તાલુકાની લાલપુર (કુ) પ્રાથમિક શાળામાં મોડાસાના હરકિશનભાઇ સોની અને ભરતભાઇ પગી ( કલ્યાણી વેફર્સ ) તરફથી શાળાના તમામ બાળકોને રોશનીના પર્વ એવા દિવાળી નિમિત્તે શુધ્ધ ઘી ની મીઠાઇ વિતરણ કરવામાં આવી હતી. સેવાના ભાવ સાથે બાળકોને અપાયેલ મીઠાઇ બદલ શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફગણ અને વાલીઓએ દાતાની ભાવનાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો