મેઘરજ તાલુકામાં ચારે કોર વિકાસના કામો પુરઝડપે ચાલી રહ્યા છે. ચોમાસુ આવતા પહેલાં વિકાસના કામોની ઉતાવળના કારણે આડેધડ કામો ચાલી રહ્યા છે. સબસલામતની ચારે બાજુથી ઘંટડીઓ રણકે છે અને કામોના બીલો પણ કામો જોયા વગર જ અપાઈ જતા હોય છે. જો કોઈ અધિકારી અવળચંડાઈ કરવા જાય તો મોટા માથા વચ્ચે ભીટકાઈ જતા હોય છે.


આવો જ એક કિસ્સો મેઘરજ તાલુકામાં ઈસરી વિસ્તારમાં નવાગામથી ગેડ ગામ સુધીનો ડામર રોડ બનાવાયો છે તેમાં બન્યો છે. આ રોડનું કામ પુરૂ થઈ ગયા પછી રોડની બન્ને સાઈડોએ માટી કામ કરવુ પડતુ હોય છે જેથી વાહનચાલકનું વાહન સાઈડોમાં સલામત જઈ શકે. તાજેતરમાં સોશ્યિલ મિડીયા ઉપર પ્રસિધ્ધ થયેલા સમાચારોમાં આ નવીન બનેલા ડામર રોડ ઉપર રોડની સાઈડે માટી કામ કરવાને બદલે પથ્થરો લાવીને પુરી દીધા છે અને આ પથ્થરોના કારણે વાહન ચાલકનું વાહન રોડની સાઈડે ઉતરી જાય તો જાણે રોડ ઉપર હલેસા મારતા હોય તેવો ઘાટ થયો છે. થોડા સમયમાં વરસાદની સીઝન ચાલુ થશે અને વરસાદ પડતાં જ પથ્થરો તમામ બહાર આવી જવાના છે. રોડની સાઈડે ખરેખર માટી નાખવાની હોય છે પરંતુ આ રોડ ઉપર માટીના બદલે પથ્થરો નાખવા છતાં કદાચ મેઘરજ તાલુકો હાલ ઘણો આગળ હોવાના કારણ આ રોડના કામોનો બીલો પણ ચુકવાઈ ગયા હશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: