મેઘરજ તાલુકામાં સરકારની આવતી યોજનાઓના કામો તાલુકાના અમુક ઈસમોને કમાવા માટેની એક ઉમદી તક પાડે છે. તાલુકામાં મોટા ભાગના સરકારી કામો ભ્રષ્ટ્રાચારથી ખદબદી રહ્યાં છે.
લોકો અંદરો-અંદર ચર્ચાઓ કરે છે કે આ ભાઈ આટલા કામો લાવ્યો અને રૂપીયાવાળો બની ગયો પણ તાલુકાનો કોઈ ઈસમ રજૂઆત કરતા નથી અને ભ્રષ્ટ્રાચારીઓ મનમાની કરે છે પરંતુ તાલુકાના કાલીયાકુવા ગામના કેટલાક જાગૃત્ત યુવાનો જાગૃત્ત બન્યા છે અને ગામમાં થયેલ નલ સે જલ યોજનામાં થયેલા વ્યાપક ભષ્ટ્રાચારની તપાસ માટે સી.આઈ.ડી. ક્રાઈક ગાંધીનગરને ગત તા.29 નવેમ્બર 2025ના રોજ લેખીત અરજી કરે છે અને તેની નકલો તપાસ માટે વાસ્મો કચેરી ગાંધીનગર ખાતે મોકલી છે.
રાજસ્થાનની સરહદે આવેલા મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામે સરકારની નલ સે જલ યોજનાના કામ મંજુર થયા હતા અને લોકોના ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચે તેવી સરકારની નેમ હતી. પરંતુ સરકારના કામોના સીધા રૂપીયા કામના જે- તે અધિકારી સાથે સાંઠ ગાંઠ કરવા વાળાઓનો મેઘરજ તાલુકામાં તોટો નથી અને આ યોજનામાં પણ આવી જ સાંઠ ગાંઠ થઈ ગઈ અને કાલીયાકુવા ગામમાં જે કરવુ પડે તે કરવા માટે આવા ભષ્ટ્રાચારીઓ તૈયાર થયા અને નલ સે જલ યોજનાના કામો થયાના બીલ મંજુર કરાવવા જરૂરી એવા ફોટાઓની પણ વ્યવસ્થા થઈ ગઈ અને બિલો પણ લાખો રૂપીયાના સરકાર તરફથી ચુકવાઈ ગયા છે. આ કામો પુરા થયા પછી ગામના કેટલાક જાગૃત્ત યુવાનોએ જોયુ તો ગામમાં લોકોના ઘરોમાં પાણી તો આવતુ નથી અને સરકારી ચોપડે પાણી આવતુ બતાવાયુ છે. આ વાતની જાણ થતા ગામના જાગૃત્ત યુવાનો ભડકયા અને ગામમાં આ યોજનામાં થયેલ ભષ્ટ્રાચારની તપાસ નલ સે જલ યોજના કચેરી વાસ્મો ગાંધીનગર અને રાજ્યના સી.આઈ.ડી.ક્રાઈમને રજૂઆત કરી નકકી કર્યુ. કાલીયાકુવા ગામના યુવાનો મહેશભાઈ ખેમાભાઈ ડામોર, રાજેશભાઈ ચંદુભાઈ ડામોર, જગદીશભાઈ અમરાભાઈ ડામોર, સુરેશભાઈ ભુરાભાઈ ડામોર, ખેમાભાઈ એચ.ડામોર તથા રત્નાભાઈ બી.બારીયાએ સંયુકત રીતે મળી આ કામ માટે રજૂઆત કરવાનું નકકી કર્યુ.
આ યુવાનોએ આ બાબતે માહિતી ભેગી કરી સી.આઈ.ડી. ક્રાઈમ અને નલ સે જલ યોજના કચેરીમાં લેખીત અરજી કરી છે અને આ બાબતે તપાસમાં શું થાય છે તેની રાહ જોવાનું નકકી કરેલ છે. મેઘરજ તાલુકામાં આ તો ફકત એક ટ્રેલર છે. મેઘરજ તાલુકાના નલ સે યોજના ના કામો માટેની કચેરી અરવલ્લી જીલ્લાના વડા મથક મોડાસા ખાતે આવેલી છે જેથી કાલીયાકુવા ગામે નલ સે જલ યોજના બાબતે થયેલ અરજી બાબતે વાસ્મો કચેરી મોડાસાનો સંપર્ક કરતાં ત્યાં ફોન ઉપર હાજર અધીકારીના જણાવ્યા મુજબ કાલીયાકુવા ગામે નલ સે જલ યોજનાની તપાસ બાબતે થયેલ અરજી બાબતે અમે સાંભળ્યુ છે ખરૂ પણ આવી કોઈ અરજી આ કચેરીએ હજુ મળી નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો