ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી સમરસ જાહેર થઈ છે, એટલે કે તમામ 15 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ ચૂંટણી સમરસ કરવામાં ભાજપને સૌથી મોટી સફળતા મળી છે. ભાજપના મેન્ડેટને આધારે ડેરીના રાજકારણમાં સમાધાન થયું હતું, જેના પરિણામે હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા.


ભાજપના પ્રયાસથી ચૂંટણી 'સમરસ'

તમને જણાવી દઈએ કે, કુલ 59 ઉમેદવારોમાંથી 44 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા હવે કોઈ પણ બેઠક પર મતદાનની જરૂર રહી નથી. બિનહરીફ વિજેતાઓમાં મહત્ત્વના નામોનો સમાવેશ થાય છે. મહેસાણા બેઠક પરથી અશોક ચૌધરી બિનહરીફ જાહેર થયા છે, જ્યારે માણસા બેઠક પરથી અમિત ચૌધરીની પણ બિનહરીફ વરણી થઈ છે. ભાજપના મોવડીમંડળે કરેલા સફળ સંકલનના કારણે ડેરીના સંચાલક મંડળની રચના શાંતિપૂર્ણ અને વિરોધમુક્ત માહોલમાં થઈ છે. આ ઐતિહાસિક પગલું સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોના પ્રભાવ અને સંગઠન શક્તિને દર્શાવે છે.

આ પણ વાંચો : Surat News : કરોડોની ઠગાઈનો પર્દાફાશ, વેપારી બની છેતરપિંડી આચરનાર 'બંટી-બબલી' સળિયા પાછળ 

  • Follow us on: