મહેસાણા ખાતેથી રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ચૂંટણી સંબંધી કામગીરી (SIR) દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO), ખાસ કરીને શિક્ષકોને પડતી સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારે BLOની કામગીરીના ભારણને હળવું કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે.
BLO ને પડતી સમસ્યાઓ અંગે નિવેદન
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "કોઈપણ BLO પ્રેશરમાં ન રહે તે સુનિશ્ચિત કરવા" માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ નિવેદન શિક્ષક BLO સમુદાય માટે મોટી રાહતરૂપ છે, જેઓ શૈક્ષણિક કામગીરીની સાથે ચૂંટણીલક્ષી જવાબદારીઓનું ભારણ અનુભવી રહ્યા છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે શિક્ષક BLOને તેમની કામગીરીમાં મહત્તમ રાહત આપી શકાય અને તેમના પર કામગીરીનું ભારણ ન રહે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, BLOને દબાણ ન અપાય અને તેમની કામગીરી સરળતાથી પૂર્ણ કરાશે.










