ઉત્તર ગુજરાતના પંથકમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં કુતૂહલ અને ક્યાંક ફફડાટ જોવા મળ્યો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આજે સાંજે 07:21:16 વાગ્યે આ હળવી ધ્રુજારી નોંધાઈ હતી.
ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ
રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરોઈથી ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આશરે 49 કિમી દૂર નોંધાયું હતું.અક્ષાંશ 24.435 અને રેખાંશ 72.943 પર તેનું ઉદ્ભવસ્થાન નોંધાયું છે.










