મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે UGVCL ની નવીન અત્યાધુનિક ડિસ્પેન્સરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાને કારણે વીજ કર્મચારીઓને હવે આરોગ્યલક્ષી સેવાઓ માટે બહાર ભટકવું નહીં પડે.
કર્મચારીઓને મળશે 'ઘર આંગણે' સારવાર
UGVCL દ્વારા અંદાજે 7 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ડિસ્પેન્સરી તમામ આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી અને તેમને ઝડપી તબીબી સહાય પૂરી પાડવાનો છે. નિવૃત્ત થયેલા અને હાલ સેવામાં હોય તેવા 3,000 થી વધુ કર્મચારીઓ અને તેમના આશ્રિતોને આ સુવિધાનો સીધો લાભ મળશે.વીજ કર્મચારીઓને હવે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર ઝડપથી દવાઓ અને પ્રાથમિક સારવાર મળી રહેશે.7 લાખના ખર્ચે મેડિકલ સાધનો અને જરૂરી સુવિધાઓ સાથે આ સેન્ટર કાર્યરત કરાયું છે.










