મહેસાણા જિલ્લામાં મેઘવિરામના પગલે ખેડૂતોને ખરીફ વાવણી કરવાનો મોકો મળ્યો છે. મેઘવિરામ ચાલુ રહેશે તો ખેડૂતો બાજરી, મગ, મઠ તેમજ અન્ય પાકોની વાવણી કરવામાં જોતરાઈ જશે. કેટલાંક કૃષિક્ષેત્રોમાં કિસાનોએ ટ્રેકટરથી ખેડની શરૂઆત પણ કરી દીધી છે કારણ કે વરસાદી વિરામને પગલે ખેડૂતોને વાવણી કરવાની તક ખુલી છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં કિસાન પરિવારો પુનઃ સક્રિય બની ગયાં છે. જિલ્લામાં મગફળીનું વાવેતર 21,000 હેકટર જમીનમાં થયું છે. જ્યારે શાકભાજીનું વાવેતર 6,100 હેકટરમાં થયું છે. કપાસની વાવણી 33,200 હેકટરમાં જ થયું છે. વરસાદી માહોલ જામ્યો છે અને મેઘવિરામ બાદ કિસાનો ખરીફ વાવણીની કામગીરીમાં જોતરાઈ ગયા છે. બીજી તરફ, જિલ્લા સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના કારણે કપાસ સહિતનાં વાવેતર ખીલી ઉઠયાં છે અને પાતાળ કૂવાઓથી સિંચાઈ કરવાની સમસ્યા હળવી બની છે. શાકભાજી અને ઘાસચારાનો વિકાસ થયો છે. દૂધી, ચોળી, ગીલોડી, ગુવાર, રીંગણ-ભટ્ટા સહિતનાં શાકભાજીની આવક પણ વધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો