મહેસાણા જિલ્લા પોલીસની 'નેત્રમ' (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ટીમે સીસીટીવી સર્વેલન્સની મદદથી નાગરિકની ગુમ થયેલી કિંમતી સામાન ભરેલી બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરત કરી હતી. વિગત મુજબ, આંબેડકર છાત્રાલય (મહેસાણા) ખાતે રહેતા નૈમેશ જિતેન્દ્રભાઈ સૌન્દ્રવા મહેસાણાથી વિસનગર જવા પેસેન્જર રિક્ષામાં બેઠા હતા. વિસનગર ઉતરતી વખતે તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ બેગમાં આશરે રૂ.80,000ની કિંમતની સોનાની વીંટી, મોબાઈલ ચાર્જર, એટીએમ કાર્ડ તેમજ અસલ દસ્તાવેજો સહિત કુલ રૂ.82,500નો કિંમતી સામાન હતો. અરજદારે નેત્રમ શાખાનો સંપર્ક કરતા, નેત્રમના પીએસઆઈ એચ. બી. સુથાર તથા તેમની ટીમે શહેરના સીસીટીવી ફૂટેજની તાત્કાલિક ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ફૂટેજના આધારે પેસેન્જર રિક્ષા (નં. GJ-02-AU-9257) ટ્રેસ કરી રિક્ષાચાલકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આમ અરજદારને તેમની તમામ સામાન સહિતની બેગ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવી હતી. કિંમતી સામાન હેમખેમ પરત મળતા અરજદારે મહેસાણા પોલીસ અને નેત્રમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો