મહેસાણા ખાતે ધોબીઘાટ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્રમાં ગુરુવારે સાંજે 4.00 કલાકથી સાંજે 7.00 કલાક દરમ્યાન મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાની શાકભાજી, ફળ, ધાન્ય-કઠોળ અને હોળી નિમિત્તે દેશી કાંકરેજ ગાયના ગોબરમાંથી બનાવેલ છાણાનું વેચાણ કરવા માટે આવતા હોય છે.


પ્રાકૃતિક શાકભાજી ગવાર, કોબીજ, ભીંડી, ટામેટાં, સિમલા મિર્ચા, દૂધી, કારેલા, રીંગણ, પાલક, મેથી, કોથમીર, રવૈયા, બટાકા, તિંડોલા અને ફળોમાં દાડમ, સફરજન, પપૈયું, ખજૂર અને કેળા ઝેરમુકત તાજાં શાકભાજીની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમજ મરી મસાલા, સુકાં મરચાં, હળદર, ગોળનું વેચાણ કરવામાં આવ્યું હતું.

ગુરુવારના રોજ મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્રમાં પ્રાકૃતિક બજારમાં કડી તાલુકાના લુણાસણના આમોલભાઈ ખડગરે શાકભાજી ગુવાર, ભીંડી, ટામેટાં, સિમલા મિર્ચ, દૂધી, કરેલા, તિંડોલા અને ફળોમાં દાડમ, સફરજન,ખજૂર અને કેળા, વડનગર તાલુકાના સુંઢિયા ગામના લવજીજી ઠાકોર મહાકાલી પ્રાકૃતિક ફાર્મમાંથી રીંગણ, પાલક, મેથી, બટાટા, મરચાં અને પપૈયાં, અમરપુરના રતનસિંહ રાજપૂત કઠોળ, અનાજ, મરી મસાલા અને મેથી, મહેસાણા શહેર નજીક આવેલા તાવડીયામાંથી બ્રિજેશભાઈ બટાટા, કોબીજ, વિસનગર સમર્થ એગ્રોમાંથી શાકભાજી ફળો, કઠોળ, ફીંડલા પલ્પ, છાણા, કડાના પ્રદીપસિંહ ચાવડા કાચા ટામેટા, કોથમીર, મેથી અને રવૈયાનું વેચાણ કર્યું હતું. બોકરવાડાના હર્ષદભાઈ પટેલ મરચાં, ટામેટાં, રીંગણ, ચીકુ, સુકુ મરચું, હળદર અને ગોળ સહિતનાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોનું વેચાણ કરવા આવી પહોંચ્યા હતા. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજી અને ફળફળાદિની માંગ દિન પ્રતિદિન વધી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: