મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશ રાજગોરના જન્મદિવસની ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કર્યા બાદ સુખડીની કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જરૂરિયાતમંદ બાળકોને ચોપડા, આંગણવાડી કાર્યકરોને સુખડી તથા વૃદ્ધાશ્રામમાં વડીલોને જીવનજરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 108 ડમરું યાત્રામાં પણ ગીરીશ રાજગોર જોડાયા હતા. કડી ખાતે માલગુરૂ યુવા સંગઠન-કડીના સહયોગથી 60થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહેસાણા શહેરમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્ળો તથા શાળાના બાળકોને ચોકલેટ-બિસ્કિટનું વિતરણ કરાયું હતું. સફઈ કામદાર બહેનો અને ભજન મંડળીની બહેનોને સાડીઓ પણ આપવામાં આવી હતી. વડનગર અને કડી ખાતે યોજાયેલા વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં ભાજપના જિલ્લા, તાલુકા અને શહેરના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
