ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામના વતની અને હાલ અમેરિકા સ્થાયી થયેલા માઇભક્ત વિનોદભાઈ રાવજીભાઈ પટેલના પુત્રે ડૉક્ટરની પદવી મેળવી તબીબી ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરતાં પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. પુત્રની આ સફ્ળતાની ખુશીમાં પટેલ પરિવાર દ્વારા બહુચરાજી ખાતે આવેલું પવિત્ર ધામ બહુચરાજી મંદિર ખાતે માં બહુચર માતાજીના ચરણોમાં શ્રાદ્ધાપૂર્વક 1 કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

વિનોદભાઈ પટેલનો પરિવાર વર્ષોથી માં બહુચર માતાજી પ્રત્યે અતૂટ શ્રાદ્ધા ધરાવે છે. પુત્ર ડૉક્ટર બન્યો તે પરિવાર માટે ગૌરવની ક્ષણ બની હતી. આ સફ્ળતા બદલ માતાજીના આશીર્વાદ માનતા પરિવાર દ્વારા ચાંદીનું છત્ર અર્પણ કરી માતાજી પ્રત્યેની ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. મંદિર ખાતે પરિવારજનો દ્વારા માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી સુખ, સમૃદ્ધિ અને પુત્રની ઉજ્જવળ કારકિર્દી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.