મહેસાણા નુગર બાયપાસ પાસે શિવાલિકા હોટલ નજીક આવેલી ખાનગી ફેક્ટરીમાં બોઇલર ટેન્કમાં કલર કામ કરી રહેલા સુનિલ અને આકાશ નામના બે શ્રામિકો ગૂંગળામણના કારણે અંદર જ બેભાન થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ કલર અને સ્પિરિટની તીવ્ર દુર્ગંધ તેમજ ઓક્સિજન ખૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. એક શ્રામિકે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. મહેસાણા મનપાની ફાયર ટીમે ઓક્સિજન કિટ અને દોરડાની મદદથી ટેન્કમાં ઉતરી બંને યુવકોને બહારકાઢયા હતા. ત્યારબાદ બંનેને સારવાર અર્થે સિવિલ ખસેડાતાં મોટી જાનહાનિ ટળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો