મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે શનિવારે ખેરાલુ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ગ્રામ્યના પ્રજાજનોના વિવિધ પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળવામાં આવ્યા હતા. લોક દરબાર કાર્યક્રમમાં ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રજા દ્વારા વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેરાલુ હાઈવે પરથી પસાર થતા ઓવરલોડિંગ આઈવા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ખેરાલુ શહેરમાં ટ્રાફ્કિની સમસ્યાના નિવારણ માટે યોગ્ય પોઈન્ટ મુકવા અને વ્યવસ્થા જાળવવા રજૂઆત થઈ હતી. ખેરાલુ વિસ્તારમાં વધી રહેલી કેબલ ચોરીની ફરિયાદો અંગે પણ સ્થાનિકોએ પોલીસ વડાનું ધ્યાન દોર્યું હતું.
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ પ્રજાના તમામ પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસ પ્રજાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે ટ્રાફ્કિ અને ઓવર લોડિંગ વાહનો જેવી સમસ્યાઓનો શ્કાયમી ઉકેલ લાવવાશ્માટે સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ્ હાજર રહ્યો હતો, જેમાં જય કંસારા ડીવાયએસપી ખેરાલુ, પી. આર. કરેણ ખેરાલુ પીઆઈ, એ.આર. ચૌધરી પીએસઆઈ અને વાય.એચ. કઠેચિયા પીએસઆઈ સહિત સમગ્ર કાર્યક્રમમાં ખેરાલુ પોલીસ સ્ટાફ્ અને તાલુકાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોક દરબાર સફ્ળતાપૂર્વક સંપન્ન થયો હતો.
