ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિસનગર ખાતે મહેસાણા ચોકડી મજૂર સહાકારી મંડળી મેદાન ખાતે 12 જૂનથી 18 જૂન 2026 દરમિયાન મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.જેમાં મુલાકાતીઓ માટે સવારે 11 થી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લુ રહેશે.કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તેમની સાથે મહેસાણા જીલ્લાના સાંસદ હરીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતની ભાગીગળ અને પરંપરાગત હસ્તકળાના વિવિધ નમૂનાઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.જેમાં ખાસ કરીને હાથશાળ,હસ્તકલા,માટીકામ,મોતીકામ,ચર્મકામ,વાંસકામ,પટોળાં,બાંધણી,કચ્છી ભરતકામ,અજરખ બ્લોક પ્રિન્ટ,પેચવર્ક,ટાંગલિયા,મશરૂ,કલમકારી,કાષ્ટકલા,ટેરાકોટા જેવી વિવિધ લક્ષી કળાઓથી સજ્જ સ્ટોલ્સ દ્વારા મુલાકાતીઓ ને એક જ સ્થળે ગ્રામીણ અને શહેરી હસ્તકળાનો અદ્ભૂત સમન્વય જોવા મળશે. રાજ્યની મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવા તથા તેમના ઉત્પાદનોને યોગ્ય બજાર પૂરૂ પાડવાના ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.કળાને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી વસ્તુઓના વપરાશ પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ મેળાની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

Gir Somnath : ગીરની કેસરનો વૈશ્વિક ડંકો, તાલાલા યાર્ડમાં 55 દિવસમાં રેકોર્ડબ્રેક વેચાણ









