વિસનગર તાલુકાના કડા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી વિવિધ મુદ્દામાલની ચોરીને અંજામ આપનાર સરસ્વતી તાલુકાના ત્રણ તસ્કરોને બાલીસણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વોચ ગોઠવીને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. 1.88 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


બાલીસણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બોલેરો પીકઅપ ડાલામાં ચાલક સહિત 3 શખ્સો સોલાર પેનલ તથા પ્લેટો અને જનરેટર લઈને ઊંઝાથી પાટણ તરફ્ જઈ રહ્યા છે. જેના આધારે પોલીસે બાલીસણા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને ત્રણેયને ઝડપી લીધા હતા અને પુછપરછ કરતાં તેમણે વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં આવેલ આદિત્ય વારી ગોકુલ સોલારમાંથી ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે સરસ્વતી તાલુકાના દિનેશજી સોવનજી ઠાકોર તથા અરવિંદજી હીરાજી ઠાકોર અને સેંધાજી અભુજી ઠાકોરને ઝડપી પાડીને 4 નંગ સોલાર પ્લેટો સહિત 20 ફુટની 14 નંગ ગેલ્વેનાઈઝની એંગલ તથા જનરેટર સહિત પીકઅપ ડાલું કબજે કરી રૂ. 1,88,500 નો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: